ભરૂચ: જંબુસર તાલુકાના વેડચ ગામમાં પંચાયતની બેદરકારીને કારણે એક યુવકને અકસ્માતનો ભોગ બનવું પડયું છે. ગામમાં પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે પંચાયત દ્વારા અનેક સ્થળોએ ખાડા ખોદવામાં આવ્યા હતા. પરંતુ આ ખાડાઓ પાસે કોઈ ચેતવણી ચિન્હો કે આડસ મૂકવામાં આવી ન હતી.

Decision news  ને મળતી માહિતી મુજબ ગઈ કાલે રાત્રે વિપુલ જશુભાઈ નામનો યુવક પોતાની મોટરસાઈકલ પર નવયુગ વિદ્યાલય નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તે 10 ફૂટ ઊંડા ખાડામાં બાઈક સાથે પડી ગયો હતો.સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદે દોડી આવી વિપુલને બહાર કાઢયો હતો.

અકસ્માતમાં વિપુલને શરીરે નાની-મોટી ઈજાઓ થઈ છે અને તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.વિપુલે જણાવ્યું કે જો પંચાયત દ્વારા ખાડા પાસે રિબન કે આડસ મૂકવામાં આવી હોત તો આ અકસ્માત ટાળી શકાયો હોત. સ્થાનિક રહીશોએ પંચાયત પાસે તાત્કાલિક યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે. બાઇક સાથે ખાબકેલા યુવાનનો બચાવ થયો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here