સુરત: સુરત શહેરમાં બેફામ દોડતી લક્ઝરી બસે વધુ એકનો ભોગ લીધો છે. 22 વર્ષીય યુવક નાઇટમાં નોકરી પર જઈ રહ્યો હતો ત્યારે રોડ ક્રોસ કરતા સમયે ખાનગી બસે ટક્કર મારી આખી બસ માથા પરથી ફરી વળતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બસનો ડ્રાઇવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો.મૂળ મહારાષ્ટ્ર અને સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી કર્મેશ્વર સોસાયટીમાં 22 વર્ષીય પ્રશાંત રમેશભાઈ આહીર પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા-પિતા અને બે બહેન છે. પ્રશાંત અપરણિત છે અને સારોલી ખાતે ગોડાઉનમાં રાત્રિના સમયે કપડાં પેકિંગનું કામ કરીને પરિવારને આર્થિકરૂપે મદદરૂપ થઈ રહ્યો હતો.
ઘટના-1: .Decision news ને મળતી માહિતી પ્રમાણે ગતરોજ રાત્રે પ્રશાંત તેના માતા-પિતા સાથે જમીને નોકરી પર જવા નીકળ્યો હતો. ઘરેથી ચાલતો નીકળેલો પ્રશાંત કેનાલ રોડ ખાતે રંગ અવધૂત ચાર રસ્તા પાસે પહોંચતા રોડ ક્રોસ કરી રહ્યો હતો. દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી ન્યૂ લક્કી નામની એક લક્ઝરી બસે (AR 11 A 8822) પ્રશાંતને ટક્કર મારી દીધી હતી. ત્યારબાદ આખી બસ તેના માથા પરથી ફરી મળી હતી.માથા પર ગંભીર ઈજાના પગલે પ્રશાંતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત થયો હોવાની જાણ તેના પિતાને થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે તેમને ખબર પડી હતી કે અકસ્માત તેમના એકના એક દીકરાનો થયો છે અને તેનું મોત થયું છે. હાલ તો પ્રશાંતના પિતાએ બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

