ચીખલી: 19 જૂન એટલે ‘વિશ્વ સીકલસેલ દિવસ‘ નિમિત્તે આજરોજ ચિખલી તાલુકાનાં માંડવખડક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામની શારદા વિધાલય માંડવખડક ખાતે સીકલસેલ ટ્રેટ અને સીકલસેલ રોગ (ડિસીઝ), લેપ્ટોસ્પાયરોસિસ વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું અને સીકલસેલનુ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે વિશ્વ સીકલસેલ દિવસ 19 જુન ના દિવસે શારદા વિધાલય માંડવખડક ખાતે સીકલસેલ ટ્રેટ અને સીકલસેલ રોગ (ડિસીઝ), લેપ્ટોસ્પાયરોસિસ, પાણી જન્ય રોગોમાં બેક્ટેરિયા કોલેરા, ટાઇફોઇડ, ગેસ્ટ્રો, ઝાડા, મરડો વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું અને સીકલસેલનુ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું અને ચોમાસા ની ઋતુ ચાલુ થઈ ગઈ હોવાથી મલેરિયા,ડેન્ગ્યુ, અને પાણી જન્ય રોગચાળા અંગે જાણકારી અને કાળજી રાખવા માટે સમજણ અપાઈ હતી.
માંડવખડક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના PHC સુપરવાઇઝર મનહરભાઈ, MPHW યોગેશભાઈ, સિકલસેલ કાઉન્સેલર સતીષભાઈ FHW રાગીનાબેન, લેબટેકનિશ્યન ખુશ્બુબેન અને બીજા સ્ટાફ દ્વારા વિશ્વ સીકલસેલ દિવસની ઉજવણીના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી
આ ઉપરાંત દરેક સેન્ટર પર બુધવારે FHW અને CHO દ્વારા ANC ના સેમ્પલ લેવામાં આવતા હોય છે જે વલસાડ અને ખારેલ સિકલ સેલ રોગ છે કે નથી તે તપાસ પણ કરવામાં આવતી હોય છે. જેમાં FHW જ્યોતિકા વિલાસ બેન નિરલ આરતી રાગિણા, શ્રીદેવી જયમતી ડિમ્પલ અને MPHW મુકેશ કનૈયા નરેશ યોગેશ તથા PHC ખાતે સ્ટાફ નર્સ કૃષિકા અને કિન્નરી દ્વારા પણ સેમ્પલ ખુશ્બુ દ્વારા આઈ ઇ સી અને સેમ્પલ લઇ સીકલ સેલ રોગ માટે કામગીરી કરાતી હોય છે. સતીશભાઈ શિકલ સેલ કાઉન્સેલર મનહરભાઈ અને તમામ આશા દ્વારા આ રોગ માટે કામગીરી કરતા ઘણા દર્દીને સારવાર મળતી હોય છે.

