અંકલેશ્વર: અંકલેશ્વર GIDCમાં વરસાદી કાંસમાં ઉદ્યોગો ઝેર ફેલાઈ રહ્યું છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની વરસાદી કાંસમાં લીલા તેમજ વિવિધ કલર યુક્ત પ્રદુષિત પાણીનો ભરાવો થયો છે. NGTનાઆદેશ બાદ કમિટીની રચના કરી પણ તેની કામગીરી સામે સવાલ ઉઠયા છે.

ચોમાસામાં પાણી વરસાદી કાંસ થઇ કુદરતી સ્રાવોમાં જતા અટકાવવામાં નિષ્ફળ રહી છે. તો ઉદ્યોગ મંડળની ચૂંટણી વચ્ચે ઔદ્યોગિક વસાહતની પ્રદુષિત તસ્વીર નોટીફાઈડની નિષ્ફળતા ખુલ્લા પુરાવા સામે આવ્યા છે. ઔદ્યોગિક વિસ્તારમાં વરસાદના હોય ત્યારે પણ વરસાદી કાંસોમાં પ્રદુષિત પાણી વહેવડાવી દેવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બનતી આવી છે.

હવે જયારે ચોમાસાની ઋતુની શરૂઆત થઇ છે તો વરસાદ પડે એટલે વરસાદી ગટરોમાં પ્રદુષિત પાણી વહેવાનું કે વહેવડાવી દેવાની ઘટનાઓ બની રહી છે ગઈ કાલે પીરામણ ગામ પાસેથી પસાર થતી આમલાખાડીમાં કાળા કલરનો પ્રદૂષિત પાણી વહેતું નજરે જણાયું હતું, આજે ફરી એક વખત વસાહતની વરસાદી ગટરમાં સુધ્ધ લીલા કલરનું પ્રદુષિત પાણી વહેતું નજરે પડયું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here