પારડી: પારડી ને. હાઇવે પર ગતરોજ પિકઅપ ટેમ્પોનું ટાયર ફાટયા બાદ બે કાર એક પાછળ એક અથડાઇ હતી. Decision news ને મળતી માહિતી અનુસાર સદનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી પરંતુ બંને કારને ભારે નુકસાન થયું હતું.ચમત્કારીક બચાવ થયો.
ગતરોજ બપોરે વાપી તરફ પાઇપ ભરી પિકઅપ ટેમ્પો જતો હતો ત્યારે પારડી હાઇવે ચાર રસ્તા બ્રિજ પર પાસે અચાનક ટાયર ફાટતા ટેમ્પો માર્ગ પર અટકી ગયો ને ડ્રાઈવર મેન ટ્રેક પર જ ટાયર બદલવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થતી આર્ટિગા કારના ડ્રાઈવરે ટેમ્પો જોઈને તાત્કાલિક બ્રેક મારતા પાછળથી પૂર ઝડપે આવતી કિયા કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કાર સીધી આર્ટિગા પાછળ ધડાકાભેર અથડાઈ ગઈ હતી.
બંને કાર GJ15CL4381 અને GJ15CL9188 કોઈને પણ જાનહાનિ થઈ નથી. અકસ્માતના કારણે હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક ધીમો પડયો હતો. ઘટનાની જાણ થતાં પારડી ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ત્રણેય વાહનોને બ્રિજ નીચે ઉતારી ટ્રાફિક સામાન્ય કરાવ્યો હતો.

