વલસાડ: આજરોજ વલસાડ ધરમપુર ચોકડી નજીક એક તોતિંગ વડનું વૃક્ષ ભારે પવન ફુંકાવવાને કારણે મુખ્ય માર્ગ પર તૂટી પડતાં તે સમયે ત્યાંથી પોતાની મોપેડ પર અટક પારડીથી વલસાડ આવી રહેલા 18 વર્ષીય જ્યંતિલાલ ભુનેતર અડફેટે આવી જતાં ઇજાગ્રસ્ત થયાની માહિતી મળી છે.

Decision news ને મળતી માહિતી અનુસાર જ્યંતિલાલ વૃક્ષ અડફેટે આવી જતા માથા અને હાથ, પગમાં ઇજાઓ પહોચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ બાદ રસ્તો એક તરફથી બંધ થઈ જવાને લીધે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

વડનું વૃક્ષ મુખ્ય માર્ગ પર પડવાના કારણે ટ્રાફિક થઈ ગયું હતું. ત્યાર રસ્તો ખુલ્લો કરવા માટે વલસાડ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વૃક્ષને કાપી રસ્તા પરથી ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.