ભરૂચ: ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. વિતેલા 24 કલાકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. હાંસોટ તાલુકામાં સૌથી વધુ 5.52 ઇંચ વરસાદ પડયો છે. અંકલેશ્વરમાં 3.32 ઇંચ વરસાદ નોંધાયો છે.ભારે ઉકળાટ અને બફારા બાદ પવન સાથે વરસાદ શરૂ થયો હતો.

આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં ચાલુ રહ્યાં હતાં. અંકલેશ્વર શહેરમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.રાજ્યના હવામાન વિભાગે આગામી બે દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વહીવટી તંત્રએ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેત રહેવાની અપીલ કરી છે.

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરનો પોલ ધરાશાયી થતાં આગ લાગી હતી. વરસતા વરસાદ વચ્ચે બનેલી આ ઘટનાએ અફરાતફરી મચાવી હતી.અંકલેશ્વરના ચૌટા નાકા નજીક એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ભારે પવન સાથે વરસેલા વરસાદે જિલ્લાના અનેક વિસ્તારોમાં નુકસાન પહોંચાડયું છે.અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર હાંસોટના શેરા ગામ નજીક એક મોટું વૃક્ષ રસ્તા પર પડી જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. સ્થાનિક તંત્ર અને ગ્રામજનોની મદદથી વૃક્ષને હટાવીને વાહનવ્યવહાર પુનः શરૂ કરવામાં આવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here