રાષ્ટ્રીય: ઈરાન અને ઈઝરાયલ એકબીજા પર હુમલો કરી રહ્યા છે. ઈઝરાયલે ઈરાનના પરમાણુ અને લશ્કરી થાણાઓ પર હુમલો કરીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. બંને દેશો વચ્ચેની લડાઈની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે કારણ કે તેલના ભાવમાં ભારે વધારો થયો છે.
ઈરાન-ઈઝરાયલ લડાઈએ કાચા તેલના ભાવમાં વધારો થયો છે. તે દરમિયાન ઈરાકના વિદેશ મંત્રીએ એવું નિવેદન આપ્યું છે જેનાથી તેલના ભાવમાં વધારો થવાની ચિંતા વધુ વધી ગઈ છે. ઈરાકના વિદેશ મંત્રી ફુઆદ હુસૈને જર્મન વિદેશ મંત્રી જોહાન વાદેફુલ સાથે ફોન પર વાતચીત દરમિયાન ચેતવણી આપી છે કે, મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે તેલના ભાવ પ્રતિ બેરલ $300 સુધી વધી શકે છે. તેમણે કહ્યું કે, જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરે છે, તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની શકે છે.
વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ 7% વધીને $74.23 પ્રતિ બેરલ થયો. જોકે ઇઝરાયલે હુમલાઓમાં ઇરાનની મુખ્ય તેલ નિકાસ સુવિધાઓને નિશાન બનાવી નથી. જોકે ઇઝરાયલી હુમલાઓ તેલ પુરવઠાને ગંભીર અસર કરી શકે છે. હાલમાં પેટ્રોલ પ્રતિ બેરલ 70-75 ડોલર ભાવ ચાલી રહ્યો છે. જો ઇરાની વિદેશમંત્રીએ ઉચ્ચારેલી ચિમકી અનુસાર 300 ડોલર પ્રતિબેરલે ભાવ પહોંચે તો ચાર ગણોભાવ વધારો થયો. તેના પર વિવિધ ટેક્સ અને તેલ કંપનીઓનાં પ્રોસેસિંગ ચાર્જ અને પેટ્રોલ પંપના કમિશન સહિતની ગણતરી કરીએ તો પેટ્રોલ 500 રૂપિયા કરતા પણ વધારે કિંમતે 1 લિટર મળશે એમાં બેમત નથી.

