દક્ષિણ ગુજરાત: ચોમાસાની શરૂવાત અને હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઈ રાજ્ય સરકારે સતર્કતાના પગલાં લેતા આજે દક્ષિણ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ નાગરિકોના જાનમાલની રક્ષા માટે જરૂરી પગલાં લેવા અંગેની સૂચના જિલ્લા કલેક્ટર્સને આપી છે.
રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને બાબતે તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થાને સ્થળાંતર કરવા, ભરાયેલા પાણીના ઝડપી નિકાલ, તેમજ વીજ અને ખાધ પુરવઠો, આરોગ્ય અને જીવનરક્ષક દવાઓ સહિતની બાબતોમાં પૂરી સતર્કતા અને અગમચેતી સાથે સજ્જ રહેવા જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદમાં રાખવાની સાવધાની, તેમજ નદી નાળા વહેતા પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચનાઓ આપવામાં આવતી રહે તેવી તાકીદ પણ કલેક્ટર્સને કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે 17 જૂને દક્ષિણ ગુજરાત મેઘરાજા વિવિધ જિલ્લાઓમાં દોડ મૂકવાની આગાહી કરાઈ છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહર કરાયું છે. નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.











