નસવાડી: નસવાડીમાં વાવાઝોડા સાથે વરસાદ આવ્યો પરંતુ વિજ કચેરી, સબ સ્ટેશનમા લાઈટો ચાલુ હતી જ્યારે ગામ આખુ અંધારામાં વલખાં મારી રહ્યું હતું. નસવાડી તાલુકામા સાંજે વાવાઝોડા સાથે વરસાદ આવતા નસવાડી મધ્ય ગુજરાત વિજ કંપનીનો વિજ પાવર ખોરવાઈ જતા સાંજના અંધારું પડતા સુધી વિજ પાવર શરૂ ન થતા ટાઉનના વિજ ગ્રાહકોમાં  રોષ ઉઠ્યો હતો.

નસવાડી મધ્ય ગુજરાત વિજ કંપની કચેરીના કમ્પ્લેન સેન્ટર પર વિજ ફોલ્ટ બાબતે પૂછતાં વિજ ફોલ્ટ થયો છે, પરંતુ ક્યાં થયો તે ત્યાં ખબર જ ન હતી. તો નસવાડી મધ્ય ગુજરાત વિજ કંપનીના ડે. ઈજનેર, જુનિયર ઈજનેર ક્યાં નું પુછવામાં આવતા કમ્પ્લેન સેન્ટરના કર્મચારીએ જણાવ્યું તેઓ નથી. આટલુ મોટુ ટાઉન હોય અને તાલુકાના 212 ગામડા હોવા છતાંય નસવાડી વિજ કચેરી ઉપર જવાબદાર અધિકારી ન મળે એનો મતલબ જિલ્લા સહિત ઉચ્ચ ઈજનેરો વિજ ગ્રાહકોના પ્રશ્નો બાબતે ધ્યાન આપતા નથી તેમ દેખાઈ આવ્યું છે. અવાર નવાર સામાન્ય વરસાદ વાવાઝોડું આવે એટલે ક્લાકો સુધી વિજ પાવર બંધ રહેતો હોય વિજ ગ્રાહકોમા મધ્ય ગુજરાત વિજ કંપની સામે રોષ ઉઠ્યો છે. વિજ કંપનીની કચેરી અને સબ સ્ટેશનમા 24 કલાક વિજ પાવર ચાલુ રહેતો હોય છે. અવાર નવાર વિજ ફોલ્ટ તેમજ વૃક્ષની ડાળ કટિંગને લગતા પ્રશ્નો હોવા છતાંય મધ્ય ગુજરાત વિજ કંપની કેમ ધ્યાન નથી આપતું. વિજ મેન્ટેન્સને લઈ થોડા દિવસ પહેલા વિજ પાવર બંધ રખાયો હતો છતાંય જો વિજ ગ્રાહકો હેરાન બને તો હવે વિજ મેન્ટેનન્સ કેવા પ્રકારે થાય છે તેના ઉપર પ્રશ્નો ઉઠી રહ્યા છે.

વીજ કંપનીના અધિકારીઓ વીજ પાવર બાબતે ધ્યાન આપતા નથી વાવાઝોડું વરસાદ એક વાર, બે વાર આવે તો સૌ કોઈ સમજે વિજ ફોલ્ટ છે. પરંતુ 30 દિવસમા ચાર વાર વાવાઝોડા સાથે વરસાદ આવ્યા બાદ પણ મધ્ય ગુજરાત વિજ કંપની વિજ પાવર બાબતે ધ્યાન આપતી ના હોય એના માટે જવાબદાર કોણ ? વિજ પ્રશ્નો અવાર નવાર ઉઠતા હોવા છતાંય વિજ કંપનીના ઈજનેરો ધ્યાન ન આપે આ કેટલું યોગ્ય ?