અમદાવાદ: હાલમાં જ અમદાવાદ એર ઇન્ડિયાના વિમાન ક્રેશ થયાના સમાચાર છે. ક્રેશ સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો જોવા મળ્યો હતો. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભર્યા પછી તરત જ આ અકસ્માત થયો હતો.
વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમે આ વાતની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, આ વિમાન અમદાવાદથી 1:17 વાગ્યે લંડન જઈ રહ્યું હતું અને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી મેઘાણીનગર નજીક ક્રેશ થયું હતું.
એરપોર્ટથી મેઘાણીનગરનું અંતર લગભગ 15 કિલોમીટર છે. અકસ્માત પછી તરત જ, 7 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. જેમાં અકસ્માત સ્થળ પરથી આકાશમાં ધુમાડાના કાળા વાદળો ઉડતા જોવા મળી રહ્યા છે. ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. અધિકારીઓએ હજુ સુધી અકસ્માતનું કારણ પુષ્ટિ આપી નથી. મેઘાણીનગર વિસ્તાર નજીક ધારપુરથી ભારે ધુમાડો દેખાઈ રહ્યો છે. BSF અને NDRF ટીમોને અકસ્માત સ્થળ પર મોકલવામાં આવી છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન બોઇંગ 787 ડ્રીમલાઇનર હોવાનું કહેવાય છે, જે 11 વર્ષ જૂનું હતું.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, અમદાવાદ-લંડન ગેટવિક ઉડાન ભરતી ફ્લાઇટ Al171, આજે, 12 જૂન 2025 ના રોજ મોટી ઘટનાની શિકાર બની છે. હાલમાં, અમે વિગતો શોધી રહ્યા છીએ અને વહેલી તકે http://airindia.com અને અમારા X હેન્ડલ પર વધુ અપડેટ્સ શેર કરીશું

