ભરૂચ: ભરૂચના નેશનલ હાઈવે 48 પર ગત રાત્રે એક ડમ્પર અકસ્માતગ્રસ્ત થયો હતો. વડોદરાથી ભરૂચ તરફ આવી રહેલા ડમ્પરનો અસુરીયા નજીક અકસ્માત થયો હતો. અકસ્માતમાં ચાલક વાહનની કેબિનમાં ફસાઈ ગયો હતો.

નબીપુર પોલીસ મથકનો સ્ટાફ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવવામાં આવી હતી.Decision news ને મળતી માહિતી અનુસાર રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ ચાલકને કેબિનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢયો હતો.

ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે નેશનલ હાઈવે 48 પર લાંબો સમય ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ અને ફાયર ટીમ અકસ્માતગ્રસ્ત વાહનને હટાવવાની અને ટ્રાફિક નિયમન કરવાની કામગીરીમાં જોડાયેલી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here