ઉમરપાડા: છેલ્લા કેટલાય સમયથી ઉમરપાડા જુગાર જેવી સામાજિક રમતો કેન્દ્ર બનવા પામ્યું હતું. મોટા પ્રમાણમાં અહીંના યુવાનો અને અન્ય લોકો જુગાર જેવી રમત તરફ આકર્ષાઈ રહ્યા હતા  ત્યારે સુરત ગ્રામ્ય પોલીસને જાણકારી મળતા ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલા સામાજિક કાર્ય જુગાર કે પ્રોહીબેશન જેવા રમતોને અટકાવી તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પોલીસની અલગ અલગ ટીમો બનાવી તમામ આરોપીઓને પકડવાની પહેલ હાથ ધરવામાં આવી હતી.

તેની અંતર્ગત ઉમરપાડા વિસ્તારમાં વાડી ગામના રહેવાસી રોનકભાઈ રામસિંગભાઈ વસાવા નિશાળ ફળિયુ તાલુકો ઉમરપાડા જિલ્લો સુરત જેઓ ઘણા સમયથી પોલીસના પંજાથી દુર ભાગી રહ્યો હતો. ત્યારે પોલીસની ટીમ વાડી ગામ પાસે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમની જાણકારી મળી કે ઉમરપાડાનો વોન્ટેડ આરોપી રોનક વસાવા પોતાના ઘરે આવ્યો છે.

થોડા સમયમાં ફરી નીકળવાનો છે માહિતી મળતા જ ઉમરપાડા  પોલીસની ટીમ દ્વારા તેના ઘરે અચિંતો છાપો મારતા રોનક વસાવાને પકડી લેવામાં આવ્યો હતો ત્યારબાદ કલમ 65 (એ)(ઈ) , 81, 83 , 97(ઈ),116(બી) તથાં ન્યાય ન્યાય સંહિતાની કલમ 336(2), 336(3) હેઠળ ગુનેગાર રોનક વસાવાને ઉમરપાડા પોલીસ મથકે લાવવમાં આવ્યો હતો. અને આગળ ની કાર્ય વાહી હાથ ધરવામાં આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here