વલસાડ: હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહી મુજબ, આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. હાલ ચોમાસું મુંબઈ સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે 12થી 18 જૂન સુધી પશ્ચિમી પવનો મજબૂત થતા ચોમાસું વધુ આગળ વધશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આજે નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, દક્ષિણ સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે, અમદાવાદમાં આજે 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા છે, જેથી શહેરમાં ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત રહેશે.

આવતીકાલે એટલે કે 10 જૂનના રોજ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 13 થી 14 જૂન દરમિયાન ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ હળવા વરસાદની શક્યતા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here