ધરમપુર: ગતરોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આખા દેશમાં થઈ પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં પર્યાવરણના મહત્વ અને તેની સુરક્ષાને લઈને વિવિધ જાગૃતિના કાર્યક્રમોની આયોજન થયું તેમાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વન વિભાગ ધરમપુર અને લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ વૃક્ષારોપણની એક દ્રશ્યોનો ફોટો ખૂબ વાયરલ થયો છે જેમાં એક બાળકીને પર્યાવરણના જતનના પાઠ ભણાવાઈ રહ્યા હતા.

પ્રથા પટેલને લોકમગલમના કાર્યકર્તા અને વનવિભાગના અધિકારીઓ શીખવી રહ્યા હતા કે પર્યાવરણનું જતન એ આપણા સૌની નૈતિક જવાબદારી છે તેની સુરક્ષા અને સંવર્ધન આપણે જ કરવાનું છે આપણા બાળકોને આપણે બધું આપીએ છીએ સારું શિક્ષણ સારા આરોગ્ય અને સુખાકારી બધી જ સુવિધા પણ જે ગ્લોબલ વોર્મિંગ ના સમયમાં પર્યાવરણની જાળવણીની જ્ઞાન આપવાનું ભૂલી જઈએ છીએ. જો પર્યાવરણ તરફ આપણે ધ્યાન ન આપી તો આવનાર પેઢી ખતરામાં છે એમ કહેવું ખોટું નથી.

લોકમગલમ ટ્રસ્ટના ટ્રસ્ટી અજય પટેલ જણાવે છે કે આપણે પર્યાવરણની જાળવણીનો વિચાર દરેક બાળક,યુવાવનો અને બાળકો સુધી દ્રઢ પણે સંસ્કારના સ્વરૂપમાં સિચવો જોઈએ આ વિચાર બીજી આવનારી પેઢીના હાથમાં વૃક્ષ વીજ રોપવાની પ્રેરણા આપશે.