ચીખલી: ચીખલી તાલુકાના કુકેરી ગામે રાત્રિ દરમિયાન દીપડાએ કૂતરાનો શિકાર કરતા સ્થાનિકોની ચિંતા વધી ગઇ છે. દીપડાના શિકારની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. ચીખલી તાલુકાના કુકેરી ગામના વાણિયાવાડ વિસ્તારમાં રાત્રે પોણા બારેક વાગ્યાના અરસામાં કિરીટભાઈ ધીરજસિંહ પરમારની ઓફિસની સામે આંગણામાં કૂતરું બેસેલું હતું.
Decision News ને મળેલ માહિતી મુજબ આંગણામાં કૂતરું બેસેલું હતું, દરમિયાન અચાનક આવી ચઢેલા દીપડાએ હુમલો કરી કૂતરાને ઊંચકી ગયો હતો. દીપડાએ કૂતરાનો શિકાર કરવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ અંગેની જાણ સ્થાનિકોમાં વાયુવેગે ફેલાતા રહેણાંક વિસ્તારમાં દીપડાના આગમનને લઈને સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાયો છે.
જોકે અગાઉ પણ કુકેરી ગામે દીપડાના પશુઓ પરના હુમલાના બનાવો બન્યા હતા.સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સ્થાનિક રહીશોએ તરત જ વન વિભાગને જાણ કરી હતી. આ વિસ્તારમાં અગાઉ પણ દીપડાનાં પશુઓ પરના હુમલાના બનાવો નોંધાયા છે. દીપડાની હાજરીને કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છે.

