કપરાડા: અત્યાર સુધી તમે પ્રેમી યુગલમાં યુવક યુવતી સાથે આત્મહત્યા કરતાં જોયા કે વાત સાંભળી કે વાચી હશે પણ આજે કપરાડાના વારના ગામની સેલવાસની એક જ કંપનીમાં સાથે નોકરી કરતી બે યુવતીઓએ એક સાથે ગળે ફાસો ખાઈ લીધાના દ્રશ્યો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આદિવાસી વિસ્તારોમાં આત્મહત્યાના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે ત્યારે આજે ફરી કપરાડા તાલુકાનાં વારના ગામમાં એક સાથે નીલોશી અને કેતકી નામની બે યુવતીઓએ ઝાડ પર ગળે ફાસો ખાઈ લીધાના દ્રશ્યો સામે આવતા લોકોને વિચારતા કરી દીધા છે આ પ્રકારની ઘટના કદાચ વલસાડ જીલ્લામાં પ્રથમ હશે આ બંને યુવતીઓ કેમ આતમહત્યા કરી ? કે પછી બંનેની હત્યા કરી લાશને ઝાડ પર લટકાવવામાં આવી છે ? પરિવારમાં કોઈ વિવાદ કે પછી પ્રેમ પ્રકરણ ? લોકોમાં અનેક તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે.

હાલમાં પોલીસ દ્વારા કારણ તપાસ કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં આ આત્મહત્યાનું શું કારણ છે તે બહાર આવશે. આ ઘટનાને લઈને હાલમાં કપરાડાના વારના ગામમાં આશ્ચર્ય યુવતીઓના પરિવારમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું હતું.