ઝઘડિયા: રાજપારડી ગામની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સાજીદ હુસેન વાઝાએ આદિવાસી સગીરાને તેના ઘરે ટ્યુશનમાં બોલાવી છેડતી કર્યાની ઘટના સામે આવી હતી તેમાં ઘણા દિવસો બાદ આરોપીની ધરપકડ થઈ હોવાનું જાણવા મળ્યું છે

ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને રાજપારડીના ભાલોદ રોડ વિસ્તારમાં રહેતા સાજીદ હુસેન વાઝા એ તાલુકાના એક ગામની સગીરાને તેના ઘરે ટ્યુશનમાં બોલાવી હતી. ઘટનાના દિવસે અન્ય વિદ્યાર્થીનીઓને સાજીદ હુસેન વાઝા એ રજા આપી દીધા બાદ સગીરાને એકલીને દાખલા શીખવાડવાના બહાને તેને ટ્યુશનના ટાઈમ કરતાં વધુ બેસાડી વિદ્યાર્થિનીની છેડતી કરી આ દરમિયાન તેણે સગીરા સાથે છેડતી કરી હતી. અને શારીરિક અડલા કર્યા હતા. આ ઘટના બાબતે સગીરાએ ઘરે જઈ તેની માતાને વાત કરતા તેની માતાએ કામ પરથી આવેલા તેના પિતાને આ ઘટનાની જાણ કરી હતી.

પિતાને પોતાની પુત્રી સાથે થયેલ છેડતીની જાણ થતાં પીડિતાના પિતા સાજીદના ઘરે તેને ઠપકો આપવા માટે ગયા હતાં. ત્યારે સાજીદએ ઉલટાનું તેના પિતા સાથે ગેરવર્તુણક કરી ગાળા ગાળી કરી બે લાફા માર્યા હતા. ત્યારબાદ પિડીતાના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ એક્ટ્રોસિટી એક્ટ તથા પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો, ગત રોજ મોડી સાંજે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.