ઝઘડિયા: દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ અને પવન સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લામાં વરસાદ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો.
Decision News ને મળેલ માહિતી મુજબ જેમાં ઝઘડિયા તાલુકામાં પણ નર્મદા કાંઠા વિસ્તાર સહિતના રૂમાલપુરા, ફીચવાડા, અશા, ડુંઢા, જાંબોઈ, સુથારપુરા, કાકલપોર અને ભાલોદ સહિતના ગામોમાં ખેડૂતોના ઉભા પાકો જેવા કેળા, તલ અને શેરડીના પાકને ખૂબ મોટાપાયે નુકસાન થવા પામ્યું છે.
ત્યારે કોંગ્રેસના યુવા નેતા અને આદિવાસી આગેવાન ધનરાજ વસાવા દ્વારા રાજ્ય સરકાર, કલેક્ટર ભરૂચ, ધારાસભ્ય ઝઘડિયા અને સાંસદ સભ્ય ભરૂચને અપીલ કરી છે કે હાલના ભારે પવન અને વાવાઝોડાના સાથે વરસેલા કમોસમી વરસાદ કારણે ખેડૂતોને ખૂબ મોટાપાયે નુકસાન થયેલ છે તો ઝઘડિયા તાલુકાના ખેડૂતો માટે સ્પેશ્યલ પેકેજ જાહેર કરવા દરખાસ્ત મૂકી યોગ્ય વળતર ચૂકવવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરે તેવી અપીલ કરી છે.

