ધરમપુર: શિક્ષક એટલે એક એવી મશાલ જે પોતે બળી બાળકના ભવિષ્યને પ્રકાશમય બનાવે..! ધરમપુર તાલુકાના છેવાડાના ખોબા પ્રાથમિક શાળામાં લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિમણૂક કરવામાં આવેલ શિક્ષકો આનું જીવંત ઉદાહરણ છે.

હાલમાં શાળામાં વેકેશન ચાલે છે, પણ અમારા શિક્ષકોનો ઉત્સાહ નથી રોકાતો! બાળકો શાળાએ પાછા ફરે ત્યારે તેમને ચોખ્ખું-વ્યવસ્થિત મકાન, લીલો છમ બગીચો અને આ વખતે તો રંગબેરંગી રિનોવેટેડ બેંચ પણ મળશે ! લોકમંગલમ ટ્રસ્ટના સહયોગથી આ શિક્ષકો દરેક બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા અથાક મહેનત કરે છે.

આવા પરિશ્રમી શિક્ષકોને અભિનંદન આપીએ અને તેમના કાર્યને બિરદાવીએ..! એમની આ નિષ્ઠા અને સમર્પણને જોઈ આજે દિલથી એમને સલામ મન થયું. ખરેખર દક્ષિણ ગુજરાતનાં આદિવાસી વિસ્તારોમાં આદિવાસી બાળકો માટે આટલી મેહનત કરતાં આવ શિક્ષકો ખૂબ ઓછા રહ્યા છે..