વાપી: ભવ્ય વર્મા અને કમિશનર યોગેશ ચૌધરી સામે અનંત પટેલની એન્ટ્રી વાપી મહાનગરપાલિકાએ વહીવટદાર ભવ્ય વર્મા અને કમિશનર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડુંગરીફળિયા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં આવેલા 100 થી વધુ ભંગારના ગોડાઉન તોડી પાડયા હતા જેને લઈને ત્યાં રહીશો વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને ધરમપુર ખાતે મળ્યા હતા.
રહીશો લાચારીના ભર્યા અવાજમાં આખોમાં આંસુ લઈ અનંત પટેલને રાજુવાત કરતાં જણાવી રહ્યા હતા કે વાપી મનપાના વહીવટદાર ભવ્ય વર્મા અને કમિશનર યોગેશ ચૌધરીના માર્ગદર્શનમાં પોલીસની ટીમ સાથે રાખીને અમારા વર્ષો જુના ગોડાઉનો તોડી પાડવામાં આવ્યા છે. અમારા પરિવારોને વેરવિખેર કરી દેવામાં આવ્યા છે. એક રહીશ પોતાની વેદના ઠાલવતાં કહી રહ્યો હતો કે મે તો મારા જીવનના 40 વર્ષ આ કામગીરીમાં આપી દીધા છે.. હવે મારાથી બેઠા નહીં થવાય મારે તો હવે મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.
અનંત પટેલ પણ તેમની વેદના ભર્યા રજુવાતના શબ્દો સાંભળી ઈમોશનલ થઈ ગયા હતા અને તેમને તેમની ન્યાયની લડતમાં ટેકો જાહેર કર્યો હતો અને જ્યાં પણ મદદની જરૂર પડે ત્યાં સાથે ઊભા રહેવાનુ વચન આપ્યું હતું. હવે વાપી મહાનગરપાલિકા સામે રહીશો અનંત પટેલને સાથે રાખી ન્યાયની લડત લડશે ખરા ? શું આ રહીશોને ન્યાય મળશે ખરો ? શું વાપી નગરપાલિકા રહીશોને ગુમાવેલી સંપતિનું વળતર આપશે ? આ બધા સવાલોના જવાબ તો આવનારો સમય જ આપશે.











