સુરત: જ્યારે પણ વિકાસની વાત આવે ત્યારે આદિવાસીઓને એકજ પ્રશ્નો ચિંતામાં મૂકી દેતો હોય છે કે શું અમારે વિસ્થાપિત થવું પડશે ! હાલમાં કેવડિયામાં જે બન્યું અને ભૂતકાળમાં આદિવાસી લોકોએ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો તે જોઈને દરેક આદિવાસી પરિવાર ચિંતિત હોય છે કે હવે તેમનો વારો તો ના આવે ને ! આવા પ્રશ્નોનો ભોગ બનેલા અને વિકાસની આળમાં અસરગ્રસ્ત થવા જઈ રહેલા સુરત જિલ્લાના ઝંખવાવના નિશાળ ફળિયાના આદિવાસીઓ પોતાનાં હક અધિકાર માટે છેલ્લા કેટલાક વરસોથી લડી રહ્યા છે.
હાલ નેશનલ હાઈવે 56 અને ઉમરપાડા – કોસંબા રેલવે લાઇનનું કર્યો ચાલી રહું છે ત્યારે ઝંખવાવના નિશાળ ફળિયામાં વસતા આદિવાસી લોકો આ વિકાસના કર્યો માં પોતાની આખી જમીન ગુમાવી દેવાના છે રેલ્વે લાઇનમાં ઘરો અને નેશનલ હાઈવે 56 માં પોતાના ખેતરો ગુમાવી દેવાના ડર થી ભોળા આદિવાસીઓ પોતાનાં અસ્તિત્વ માટે લડી રહ્યા છે તેઓ પોતાની સમસ્ય ને લઈને સ્થાનીક નેતાઓ અને અન્યો આગેવાનોને મળવા ગયા પરંતુ જોઈ તેમનું સાથી ન બન્યું અંતે પ્રશાસનથી થાકી ગઇલા લોકો એ ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન કર્યું જેમાં તેઓએ નેશનલ હાઇવે 56 અને કોસંબા-ઉમરપાડા રેલ્વે લાઈન પ્રોજેક્ટને રદ કર્યો.
Decision news ને મળેલી માહિતી મુજબ સુરત જિલ્લાનો ઝંખવાવનો વિસ્તાર અનુસૂચિત જનજાતિ હેઠળ અનુસૂચિત પાંચમાં અને જમીન 73-AA કાયદા હેઠળ આવતા ગ્રામસભાની મંજૂરી વગર કોઈપણ કાર્ય આ જગ્યા પર થઈ શકતું નથી… જેથી ગ્રામ વાસીઓએ ગ્રામસભામાં ઠરાવ કરી બંને કાર્યોને દરખાસ્ત કર્યા છે ત્યારબાદ ગામમાં પોસ્ટર લગાડી જણાવ્યું કે કોઈપણ એજન્સીનો અધિકારી સર્વે માટે અહીં આવશે નહીં અને જો કોઈ સર્વે માટે અહીં આવે તો તેમની સાથે જે પણ થાય તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓની રહેશે.

