નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામના સિંગલબાર ફળિયાના યુવક અનીલ ગુજરીયા વસાવાએ 16 વર્ષની સગીરાનું અપહરણ કર્યું છે.
આ ઘટના 13 એપ્રિલ 2025ની રાત્રે 10 વાગ્યાથી 14 એપ્રિલના સવારના 6 વાગ્યા દરમિયાન બની હતી. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી તેના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી હતી.સગીરાના પરિવારજનોએ તેની શોધખોળ માટે આજુબાજુના વિસ્તારો અને સગા-સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી.
11 દિવસ સુધી સગીરાનો કોઈ પત્તો ન લાગતા, પરિવારજનોએ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.Decision news ને મળેલી માહિતી મુજબ પોલીસે આરોપી અનીલ ગુજરીયા વસાવા વિરુદ્ધ અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ સગીરાની શોધખોળ અને આરોપીની ધરપકડ માટે કાર્યવાહી કરી રહી છે.

