તાપી: તાપી જિલ્લાના વ્યારા શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરમાં પ્રથમ ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી.

Decision news ને મળેલી માહિતી મુજબ મુસા રોડ અને મિશન નાકા વિસ્તારમાં સૌથી પહેલા ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. કાનપુરા રોડ નજીક આવેલી સોસાયટીઓમાં પણ માવઠાની અસર જોવા મળી હતી. વાવાઝોડાની તીવ્રતા એટલી હતી કે પાર્કિંગ શેડના પતરા ખસી ગયા હતા.

આ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વિશેષ કરીને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી કેટલાક કલાકોમાં વાતાવરણમાં આવા ફેરફારો જોવા મળી શકે છે.