નર્મદા: નર્મદાના સાગબારા પોલીસે ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા 17 પશુઓને બચાવ્યા છે. પોલીસે રૂ. 14.28 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચના મુજબ, સાગબારા પોલીસ ઇન્સ્પેકટર સી.ડી.પટેલને બાતમી મળી હતી.

Decision news ને મળેલી માહિતી મુજબ બંધ બોડીના કન્ટેનરમાં ગેરકાયદેસર રીતે ભેંસોને દેડીયાપાડાથી મહારાષ્ટ્ર લઈ જવામાં આવી રહી હતી.ઘનશેરા ચેક પોસ્ટ પર નાકાબંધી દરમિયાન પોલીસે શંકાસ્પદ કન્ટેનર રોક્યું. તપાસ કરતા તેમાંથી 17 ભેંસો મળી આવી. પશુઓને ટૂંકી દોરી વડે બાંધીને કતલખાને લઈ જવાતી હતી.

પોલીસે ભરૂચના સીતપોણ મદનીનગરના સબ્બીર વલી ગની અને વડોદરા કરજણના વલણ અલ્કાપુરી ગામના ઈશાક મુસા બંદુકીયાની ધરપકડ કરી છે. તેમનો સાથી સરફરાજ ઉર્ફે મીથુન મુસા પટેલ, જે ભરૂચ આમોદના આછોદ ભીખા ખડકીનો રહેવાસી છે, તે ફરાર થઈ ગયો છે.સાગબારા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.