કપરાડા: ઓપરેશન સિંદૂરમાં પોતાની વીરતા અને શૌર્યથી રાષ્ટ્રની રક્ષા માટે અનમોલ યોગદાન આપનારા જવાનોને સન્માન આપવાના ઉદેશ્ય સાથે આજરોજ કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે આયોજિત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ભવ્ય તિરંગા યાત્રામાં કપરાડા તાલુકા પ્રમુખ શ્રી હિરાબેન માહલા, નિવૃત્ત ફોજીઓ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ગુલાબભાઈ રાઉત, APMC ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ, કપરાડા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી વિપુલભાઈ ભોયા, કપરાડા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ ગાવિત, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો, સરપંચો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી જણાવે છે કે કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી ઓપરેશન સિંદૂરમાં વીરતા અને શૌર્યથી રાષ્ટ્રની રક્ષા માટે અનમોલ યોગદાન આપનારા જવાનોને સન્માન આપી દેશભક્તિની રંગે રંગાઈને આજે ઘણો આનંદિત છું.. તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેનારા અને કપરાડાવાસીઓને અભિનંદન પાઠવું છું.