ભરૂચ: ગત રોજ 22-05-2025 ના રોજ કેવડિયા સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતેના સ્થાનિક આદિવાસીઓના મકાનો અને દુકાનો તોડી પાડવા મુદ્દે આવેદન પત્ર આપવા જન આંદોલન યોજાયા બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પત્ર લખી જણાવ્યું છે કે નર્મદા જિલ્લા પંચાયતના ભાજપ સભ્ય અને ગરૂડેશ્વર તાલુકાના ભાજપ પ્રમુખ અને સ્થાનિક આગેવાનોએ રૂબરૂ મળી લેખિત તથા મૌખિક રજુઆત કરી છે

Decision news ને મળેલી માહિતી મુજબ આ વિસ્તારના સળગતા મુખ્ય પ્રશ્નોમાં ખાસ કરીને સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સ્થાનિક આદિવાસીઓના ઉભા મકાનો અને રોજગાર માટે દુકાનો હતી.સ્ટેચ્યુ ઑફ યુનિટી વહિવટી તંત્ર દ્વારા આગામી ચોમાસાની ઋતુ બેસતાના એક મહિના પહેલા જ તોડી નાખવામાં આવ્યા છે તે યોગ્ય નથી અને સ્થાનિક આદિવાસી લોકોના રોજગાર ધંધા માટેના મહત્વના પ્રશ્નોની રજૂઆત મારી સમક્ષ કરી છે

તેઓની રજુઆતમાં તથ્ય જણાય છે તો આ બાબતે તાત્કાલિક આપણી કક્ષાએથી સ્થાનિક આદિવાસીઓના પ્રશ્નોના સમયસર ઉકેલ લાવવા માટે મિટિંગ બોલાવવી જોઈએ અને આ જ પ્રશ્નો બાબતે જીલ્લાના બીજા પણ પદાધિકારીઓને રૂબરૂ મળીને આ બાબતે ચર્ચા કરી છે જેથી નર્મદા જિલ્લાના સ્થાનિક આગેવાનોની આપના લેવલે બેઠક બોલાવી યોગ્ય ઉકેલ લાવશો તેવી પત્રમાં રજૂઆત કરી છે.