ઝઘડીયા: સામાજિક આદિવાસી આગેવાનો. આજ રોજ તા.22.05.2025ણ ના રોજ કેવડિયા ખાતે કેવડિયા બચાવો આંદોલન સમિતિ દ્વારા તા.14 મી મેં નારોજ 34 આદિવાસી સમાજના લોકોના મકાનો અને દુકાનો રાતોરાત વગર નોટિસ તોડી નાખવામાં આવી હતી.

આદિવાસી સમાજના ગરીબ લોકોની રોજગારી છીનવાઈ જતા. જેના વિરુદ્ધમા આવેદન પત્ર આપવાનું હોય જેના સમર્થનમાં ગુજરાતમાંથી વિવિધ સંગઠનો ભેગા મળીને આ આંદોલનને ટેકો જાહેર કરેલ હતો અને જેના ભાગરૂપે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ વસાવા અને ભારત આદિવાસી સંવિધાન સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી દિલીપભાઈ છોટુભાઈ વસાવા પણ આ આંદોલનને ટેકો જાહેર કરેલ.

Decision news ને મળેલી માહિતી મુજબ ડેડીયાપાડા પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ વસાવા અને દિલીપભાઈ વસાવાને ગત મધરાતેથી જ પોલીસે ખડકી દેવામાં આવ્યો હતો અને નજર કેદ કરવામાં આવ્યાં છે અને રાજ્ય સરકાર અને પ્રસાશન દ્વારા કેવડિયા બચાવો આંદોલન સમિતિ દ્વારા આજરોજ તારીખ 22-5-2025 ના રોજ યોજવામાં આવેલ આંદોલનને પોલીસનો ઉપયોગ કરી કચડી નાખવા કોશિશ કરવામાં આવી છે.