નવસારી: નવસારી જિલ્લા તથા તેના તાલુકાઓમાં વ્યાપક પ્રમાણમાં કમોસમી વરસાદ થયો છે. તેને લીધે અનેક જગ્યાએ મોટી સંખ્યામાં વૃક્ષો ધરાસાઈ થઈ ગયા છે ત્યારે ખેતીવાડીમાં પણ અનેક પાકોને નુકસાન પહોંચ્યું છે. વરસાદને લીધ કેરી, ચીકુ તથા અન્ય બાગાયતી પાકોને પારાવાર નુકસાન પહોંચ્યુ છે.

નવસારીના કુલ 4 તાલુકામાં વરસાદ થયો છે. નવસારીના ખેગગામ, નવસારી, વનસાડા તથા જાલાલપોર ખાતે વરસાત થયો છે. Decision news ને મળેલી માહિતી મુજબ ખેરગામમાં 0.12 ઇંચ, નવસારીમાં 0.08 ઈંચ તથા વનસાડામાં 0.08 ઈંચ અને જાલાલપોરમાં 0.04 ઈંચ વરસાદ થયો છે.

દરમિયાન વાવાઝોડાને લીધે કેરીને નુકસાન થયું છે ત્યારે બીજીબાજુ નવસારીમાં માર્કેટ યાર્ડમાં કામકાજ બંધ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી સમયમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.