વલસાડ: કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલેએ આજે સંઘ પ્રદેશ દમણની મુલાકાત દરમિયાન મહત્વની માંગણી કરી છે કે વલસાડનો સમાવેશ કરી દીવ-દમણ અને દાનહને એક અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવે.
Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલેએ આજે સંઘ પ્રદેશ દમણની મુલાકાત આવ્યા હતા ત્યારે તેમણે નિવેદન આપતા જણાવ્યુ કે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણ અને દાનહ અને વલસાડ જિલ્લાનો સમાવેશ કરી એક નવા રાજ્ય બનાવવા માટે દેશના પ્રધાનમંત્રી પાસે માંગણી કરવામાં આવશે
તેમણે વધુમાં કહ્યું કે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવાની પણ જાહેરાત કરી છે.પાર્ટીએ આ માંગણી માટે આંદોલન કરવાની પણ તૈયારી છે. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં સંઘપ્રદેશમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે.

