ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકામાં ‘ઓપરેશન સિંદુર ‘ માં સૈનિકો બહાદુરી ભરી લડત અને શોર્યને સલામી આપવા ધારાસભ્ય અરવિંદ પટેલની આગેવાનીમાં શૂરવીર સૈનિકોને સન્માનમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ધરમપુરના નગરવાસીઓ પણ ઉત્સાહ સાથે જોડાયા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારત દેશના બહાદુર સૈનિકોએ ‘ઓપરેશન સિંદુર’ દ્વારા દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમના આ શૌર્યને સલામ કરવા ધરમપુર ખાતે આયોજિત તિરંગા યાત્રામાં જોડાઈને રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈને આપણા તિરંગાનું મહિમાગાન કર્યું.

આ નિમિત્તે રાષ્ટ્રની સેવા કરી સેવાનિવૃત્ત થયેલા વીર જવાનો, વલસાડ જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, વલસાડ જિલ્લા આદિજાતિ મોરચા પ્રમુખ શ્રી નવીનભાઈ ભોયા, ધરમપુર તાલુકા ભાજપા પ્રમુખ શ્રી કેતનભાઈ વાહું, શહેર ભાજપા પ્રમુખ શ્રી અમિતભાઈ ચોરેરા, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ તથા મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી.