અંકલેશ્વર: કરજણ તાલુકાના વલણ ગામથી ભેંસોને કોઇ પણ જાતના ઘાસચારા કે પાણીની વ્યવસ્થા કર્યા સિવાય મહારાષ્ટ્રના ધુલિયા તરફ લઇ જવાતી હોવાની બાતમી આશિષ સોની અને તેમની ટીમને મળી હતી. તેમણે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરી પોલીસ જવાનો સાથે રાજપીપળા ચોકડી પાસે આવેલી વર્ષા હોટલ પાસે વોચ ગોઠવી હતી.
બાતમી મુજબની બે ટ્રક આવતાં તેને રોકવામાં આવી હતી.Decision news ને મળેલી માહિતી મુજબ બંને ટ્રકમાં ખીચોખીચ ક્રૂરતા પૂર્વક બાંધેલી 27 ભેંસો નજરે પડી હતી.પોલીસે ટ્રક ચાલક જીશાન મન્સૂરી, ક્લીનર ઇમરાન જમાદાર, બીજા ટ્રકના ચાલક આરીફ શેખ અને આબીદ સુલ શેખની પૂછપરછ કરી હતી.
તેમની પાસે પશુની હેરફેર માટે કોઈ કાયદેસરના દસ્તાવેજો ન મળતાં ચારેયની ધરપકડ કરી છે. રૂ. 2.70 લાખની કિંમતની 27 ભેંસ અને રૂ. 14 લાખની બે ટ્રક મળી કુલ રૂ. 16.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

