વલસાડ: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં રહેતા પ્રહલાદ અશોકભાઈ પટેલનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. ગતરોજ સાંજે વાપી તરફથી મજૂરી કામ કરીને પરત ફરી રહેલા પ્રહલાદ પટેલ પોતાની બાઇક નંબર GJ-21-J-5572 પર સવાર હતા.
Decision news ને મળેલી માહિતી મુજબ પાર નદીના બ્રિજ પર સુરત તરફ જતા એક અજાણ્યા ટેમ્પો ચાલકે પુરપાટ ઝડપે અને બેદરકારીથી વાહન ચલાવતાબાઇકને અડકેટે લીધી હતી. અકસ્માત સર્જ્યો બાદ ટેમ્પો ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો.આ ઘટનામાં પ્રહલાદ પટેલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
બનાવ નેશનલ હાઇવે 48 પર અતુલ પારનદી પાસે બન્યો હતો. અકસ્માત અંગે અબ્રામા ખાતે રહેતા હેમંતકુમારે વલસાડ રૂરલ પોલીસ મથકે અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વલસાડ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસ ફરાર થયેલા ટેમ્પો ચાલકની શોધખોળ કરી રહી છે.

