વલસાડ: વલસાડ શહેરના તિથલ રોડ પર જૂની RTO ઓફીસ પાસે આવેલા કંચન ગંગા એપાર્ટમેન્ટમાં એક વૃદ્ધને બચાવવા માટે ફાયર બ્રિગેડે સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. B વિંગમાં રહેતા 65 વર્ષીય રાજુભાઇ શાહ ગઈ કાલે રાત્રે ઘરે એકલા હતા.
Decision news ને મળેલી માહિતી મુજબ તેઓ બાલ્કનીમાં ગયા ત્યારે સ્લાઈડિંગ વિન્ડો બંધ થઈ જતાં તેઓ બાલ્કનીમાં પુરાઈ ગયા હતા.રાજેશભાઈએ સ્લાઈડિંગ વિન્ડો ખોલવાના ઘણા પ્રયાસો કર્યા. જ્યારે વિન્ડો ન ખુલી ત્યારે તેમણે આજુબાજુના લોકોની મદદ માટે બૂમો પાડી.
એપાર્ટમેન્ટના રહેવાસીઓએ તુરંત જ એપાર્ટમેન્ટના પ્રમુખને જાણ કરી. સ્થાનિક લોકોએ નગરપાલિકાના કાઉન્સિલર આશિષભાઈને જાણ કરી. આશિષભાઈએ તરત જ વલસાડ ફાયર બ્રિગેડને બોલાવી. ફાયર બ્રિગેડના બકુલભાઈએ ત્રીજા માળની બાલ્કનીમાંથી દોરડાની મદદથી બીજા માળે પહોંચીને વૃદ્ધને સુરક્ષિત રીતે બહાર કાઢયા હતા.

