વાંસદા: આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદશ્રી ધવલભાઈ પટેલના વરદ હસ્તે વલસાડ ડાંગ લોકસભા મતવિસ્તારના વાંસદા વિધાનસભાના કાવડેજ, ગણેશ મંદિર વાંસદા, બારતાડ (ઉનાઈ) વિસ્તારમાં વિકાસના કામોનું લોકાર્પણ, ભૂમિપૂજન, ખાતમુહૂર્ત, કાર્યક્રમ યોજાયો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં 15” જેટલા શાળાના ઓરડાઓ, 100” જેટલા નાના મોટા રસ્તાઓ, 6” જેટલી આંગણવાડીના ઓરડાઓ, 2” હેલ્થ સબ સેન્ટર, 1”પંચાયત ઘર, 1” હાટ બજાર મળી કુલ 121 કરોડ ની લાગત સાથે 199 કીમી લંબાઈ ધરાવતા માર્ગોનું નવીનીકરણ નું કામ હાથ ધરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી શ્રી પિયુસભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી દિપ્તીબેન પટેલ, જિલ્લા પંચાયના ઉપપ્રમુખ અંબાબેન માહલા, વસુંધરા ડેરીના ચેરમેન શ્રી ગમનભાઈ પટેલ, ન્યાય સમતિના અધ્યક્ષ બાબજુ ભાઈ, તાલુકા પ્રમુખ સંજયભાઈ, જિલ્લા ઉપપ્રમુખ સંગઠન વિરલ વ્યાસ, તાલુકા મહામંત્રી શ્રી ડૉક્ટર લોચન શાસ્ત્રી, પ્રકાશભાઈ, તાલુકા ઉપપ્રમુખ રાકોશભાઈ શર્મા, વિજયભાઈ પટેલ, વિનુભાઈ, શ્રી શિવેન્દ્ર સિંહ બાપુ, માધુભાઈ પટેલ, વિવિધ ગામના સરપંચશ્રીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

