અમદાવાદ: છેલ્લા બે દિવસથી ગુજરાતના જાણીતા ન્યૂઝ પેપર ગુજરાત સમાચાર અને ચેનલ GS TV પર ઇડી અને ઈન્કમટેક્સના દરોડા કરવામાં આવ્યા છે. ત્યારે આ વચ્ચે હવે માલિક બાહુબલીભાઈ શાહને ED દ્રારા પૂછપરછ કરવા માટે લઈ જવામા આવ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ગુજરાત સમાચાર ના માલિક બાહુબલીભાઈ શાહ ની ED દ્વારા પૂછપરછ કરવા માટે લઈ જવાયા છે. નોંઘનીયછે કે, ગુજરાત સમાચાર અને જીએસટીવી ન્યુઝ પર છેલ્લા 48 કલાકમાં ઇન્કમટેક્સ અને ED એ દરોડા પાડયા હતા.
જોકે, બાહુબલી ભાઈને લઈ ગયા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે તેમની ટૂંકસમયમાં ધરપકડ કરશે. આ સિવાય નીડર અને નિષ્પક્ષ ગુજરાત સમાચારને સરકાર દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું લોકો કહી રહ્યા છે. હવે આવનાર સમયમાં શું થશે એ તો સમય જ બતાવશે

