નવસારી: નવસારીના એક નાનકડા ટાઉન બિલીમોરામાં સામાન્ય પરિવારમાં ઉછરેલો એક છોકરો આજે સફળતાના શિખરો પર પહોંચી ગયો છે. તેણે Chat.Com નામનું ડોમેઇન ચેટ GPTની કંપની Open Aiને 126 કરોડ રૂપિયામાં વેચ્યું છે.
મુળ બિલીમોરાના આ છોકરાનું નામ છે ધર્મેશ શાહ. બિલીમારો એક નાનકડું ટાઉન છે, જ્યા કોઇ સંશાધનો નહોતા, કોઇ ટેકનોલોજીની સગવડ નહોતી છતા માત્ર નિશ્ચય અને મહેનતથી આ છોકરો અબજો રૂપિયાનો માલિક બની ગયો.
ધર્મેશ શાહને મિકેનિકલ એન્જિનિયર બનવું હતું, પરંતુ ઉનાળાના વેકેશમાં અમેરિકા ગયા પછી ભારત પાછો જ ન આવ્યો અને સોફ્ટવેર ડેવલપર તરીકે કરિયર શરૂ કરી.
2006માં તેણે તેના મિત્ર બ્રાયન હેલિગન સાથે હબ સ્પોટ કંપની શરૂ કરી. જેની નેટવર્થ 32 બિલિયન ડોલર છે અને ધર્મેશની પોતાની નેટવર્થ 1.1 બિલિયન ડોલર છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં Chat.Com નામનું ડોમેઇનને લઈને ખૂબ ચર્ચામાં છે.

