વાંસદા: સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઘરની પરિસ્થિતિ સારી ન હોય એવા સમાજના ઉત્થાન માટે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કાંટસવેલ ગામે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના આર્થિક રીતે પ્રભાવિત વિધાર્થીઓને સહયોગ મળે એના માટે આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અભ્યાસ જેવા કે MBBS, ડિપ્લો, નર્સિંગ, બીએડ વગેરે અભ્યાસમાં તકલીફ હોય એમને મદદ કરી હતી.
ટોટલ લાભાર્થી 38 વિધાર્થીઓ ને એક સ્થળ કાંટાસવેલ મુકામે બોલાવી કુલ રૂપિયા 5, 45 000 ની રકમની આર્થિક મદદ કરવામાં આવી હતી સાથે સંવિધાનની કોપી પણ આપવામાં આવી જેથી ડૉ બાબાસાહેબ આંબેડકર ના pay back to society વિચાર અવિરત વહેતો રહે. આ શકય સમાજના શિક્ષિત અને સક્ષમ સભ્યો આગળ આવે ત્યારે જ શકય બને છે.
“સમાજ જોશે અને જોડાશે” ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરવા માટે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ અને આદિવાસી સમાજ પ્રયાસ જારી રાખશે. આ કાર્યક્રમના આયોજનમાં 1. મીનેષભાઈ પટેલ, 2. ભાવેશભાઈ 3. હેમંતભાઈ 4. કૌશિકભાઈ 5. હિતેશભાઈ 6. પ્રિયાંકભાઈ 7. હેમંતભાઈ 8. દિલીપભાઈ 9. દિનેશભાઈ10. શૈલેષભાઈ અને ગામના મિત્રોનો પણ ખૂબ જ સહકાર આપ્યો છે.

