ખેરગામ: નવસારી ખાતે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ, મુંબઈ, પાર્થ ટ્રેડર્સ વાપી, રેઈન્બો વોરિયર્સ ગ્રુપ ધરમપુર અને ગ્રામ પંચાયત નડગધરીનાં સહયોગથી ભવ્ય લોકાર્પણ થયું. સૌ પ્રથમ ગામના અંબે માતાના પટાંગણથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી, યુવાનોના હાથમાં ભારતનું બંધારણ, કેળવણીકારો વૈજ્ઞાનિકો તેમજ જીવનલક્ષી પુસ્તકો હાથમાં રાખી, તૂર – થાળીનાં પંરપરાગત વાજિત્રોના તાલે, બહેનો કંસેરી માતા અને બરમદેવના લોકગીતો ગાતા ગાતા ગામના વડીલો, યુવાનો, વિદ્યાર્થીઓ અને મહેમાનો મોટી સંખ્યામાં સાકાર વાંચન કુટીરનાં કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા.

ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો પાર્થિવ મહેતા (પાર્થ ટ્રેડર્સ વાપી), લીતેશ ગાંવિત (તાલુકા ભાજપ પ્રમુખ), જે.ડી પટેલ (નિવૃત્ત અધિક કલેકટર ડાંગ), મણીલાલ ભુસારા (નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી વલસાડ, સુરેશ કેદારિયા (નિવૃત્ત dcf વલસાડ), એન એમ પટેલ (સાહેબના નાયબ નિયામક) હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું. ગામના સરપંચશ્રી ( નિવૃત્ત TDO) તેમજ ખેરગામ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ મનોજ પટેલ સૌને શબ્દોથી આવકાર આપી, મહેમનોનું સ્વાગત ફૂલછોડથી કર્યું હતું. ડૉ. બિપીનભાઈ પટેલે (શિક્ષણ નિરીક્ષક વલસાડ) પુસ્તકાલય સ્થાપનાનો હેતુ, પુસ્તકાલયથી વિદ્યાર્થીઓને થનાર લાભો, તેમજ આજુબાજુના ગામોના વિદ્યાર્થી કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષા GPSC, UPSC ની તૈયારી કરી રહ્યાં છે તેમને સાકાર વાંચન કુટીરમાં આવી મહેનત કરી કારકિર્દી ધડતર કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પાર્થિવ મહેતા સાહેબ, પાર્થ ટ્રેડર્સ વાપી, લિતેશ ગાંવિત (તાલુકા ભાજપ પ્રમુખ ખેરગામ ) રેઈન્બો વોરિયર્સ ગ્રુપ ધરમપુરનાં કન્વીનર શંકરભાઈ પટેલ, શીતળ છાંયડો લાયબ્રેરી, ધરપુરના સ્થાપક જયંતીભાઈ પટેલ, મહેશ ગરાસિયા (RTO કચેરી વલસાડ) જયેશભાઈ( પલ્લવ પ્રિન્ટર ધરમપુર), બી.એન. જોશી સાહેબ ( નિવૃત્ત આચાર્ય મોટાપોંઢા કોલેજ), શ્રી એન.એન. પટેલ, (નાયબ બાગાયત નિયામક અધિકારી વલસાડ), એમ.સી.ભુસારા સાહેબ ( નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વલસાડ), સુરેશ કેદારિયા (નિવૃત્ત DCF અધિકારી વલસાડ), શ્રી જે. ડી. પટેલ સાહેબ (નિવૃત્ અધિક નિવાસી કલેકટરશ્રી ડાંગ), કેતન ગરાસિયા (પ્રમુખ ધ.તા.પ્રા . શિ.સંઘ) તથા શિક્ષક સંઘ વલસાડના અન્ય હોદ્દેદારો, ઉત્તમ ગરાસિયા (નિવૃત્ત બેંક મેનેજર) ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક ડૉ. વીરેન્દ્ર ગરાસિયા, સંદીપભાઈ પટેલ, આચાર્યશ્રી વર્ગ -2, હનમતમાલ હાઇસ્કૂલ, વિલાસબેન ઉત્તમભાઈ ગરાસિયા, કમલેશભાઈ પટેલ, પ્રમુખશ્રી આદિવાસી એકતા પરિષદ, રજનીકાંત પટેલ સરપંચ મરઘમાલ સાયન્ટિયા એજ્યુકેશન ધરમપુરનાં સ્થાપક કપિલભાઈ વઘાસીયા, જયશ્રીબેન ભગત આચાર્ય , જગદીશ પટેલ આચાર્ય, ભાવિકાબેન પટેલ CRC કો.ઓ સિદુંબર તેમજ રેઈન્બો વોરિયર્સ ગ્રુપ ધરમપુર ગ્રુપના મોટી સંખ્યામાં વોરિયર્સ હાજર રહ્યા હતા.

શાળા, શિક્ષણ અને વિદ્યાર્થીઓની જરૂરિયાત સત્વરે પૂર્ણ કરવા માટે તત્પર એવા સાકાર જીવન વિકાસ ટ્રસ્ટનાં ફાઉન્ડર હિતેનભાઈ ભૂતા સાહેબે વિડિયોનાં માધ્યમથી પુસ્તકાલયના નિર્માણ માટે રેઈન્બો વોરિયર્સ ગ્રુપ અને નડગધરી ગામજનોને શુભેચ્છાઓ પાઠવી ખુશી વ્યક્ત કરી હતી. સદર પુસ્તકાલયને સાકાર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે 2 કબાટ, 6 ટેબલ, 30 ખુરશી અને 25000/- નાં પુસ્તકોનું દાન આપ્યું હતું. યેશા કુમારી અશોકભાઈ( હાલ જર્મની) તરફથી 11000/નાં પુસ્તકો, નડગધરીનાં શિક્ષણપ્રેમી ગામજનોએ ભંડોળમાંથી 15000/- ગુણવત્તાલક્ષી સંદર્ભ પુસ્તકો, મહાવીર કમ્પ્યુટર સેન્ટર ચીખલી સંચાલક શ્રી હિતેશભાઈ રમેશભાઈ પટેલ (નડગધરી) તરફથી કોમ્પ્યુટર પુસ્તકાલયને દાનમાં આપવામાં આવ્યું હતું. નડગધરી ગામના નોકરિયાત વર્ગ, નિવૃત્ત સરકારી કર્મચારીઓ, શિક્ષકો, ખેડૂતો અને ગામના વડીલોએ પુસ્તકાલયના વિકાસ માટે, વિદ્યાર્થીઓ ભવિષ્ય નિર્માણ અર્થે સ્વૈચ્છિક ફાળો કુલ 1, 06,111 ( એક લાખ છ હજાર છસો અગિયાર રૂપિયા) એકત્ર કરી પુસ્તકાલયમાં દાન આપી યુવાનોએ સમાજના વિકાસ માટે ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડયું હતું. સદર સાકાર વાંચન કુટીર (સ્પર્ધાત્મક પરીક્ષા લાઇબ્રેરી) માં Cet, pse, nmms, જ્ઞાન સાધના, જવાહર નવોદય, તલાટી, ગ્રામ સેવક, psi, મામલતદાર, ક્લાર્ક, Gpsc, Upsc વગેરે જેવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે સાહિત્ય ઉપલબ્ધ કરાવવા આવ્યું છે. જેથી જરૂરિયાતમંદ વાચકને મદદ રૂપ બની શકે.

રેઈન્બો ગ્રુપની વિશેષતા એ છે કે એમના દ્વારા ગામના વિકાસમાં ભાગીદાર તમામ સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગામની વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર(1) શ્રી દિગેશભાઈ રમણભાઈ પટેલ, ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એશોસિયેશનના દિવ્યાંગ ક્રિકેટર (2 શ્રી વિશાલભાઈ વિનોદભાઈ પટેલ, વન સંરક્ષક વર્ગ -3, દક્ષિણ વન વિભાગ ડાંગ આહવા, (3) ડૉ. સરસ્વતી રમેશભાઈ પાડવી ( ગામની પ્રથમ પીચ. ડી. ડિગ્રી મેળવનાર દીકરી), તેમજ રમતગમત ક્ષેત્રે નડગધરી ગામ અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધારનાર દીકરી કે જેઓએ ખેલ મહાકુંભ 2017, 2019 માં કરાટેની રમતમાં ગુજરાત સ્ટેટ લેવલ બે વાર બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર (4) સ્નેહલ સુરેશભાઈ કેદારિયાનું સન્માન કર્યું હતું. અંતમાં તમામ દાતાઓનું સન્માન કરી કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અતિથિ વિશેષોનું ગામના શિક્ષકશ્રી હરેશભાઈ પટેલ દ્વારા આભાર માની ઉપસ્થિત મહનુભાવોના હસ્તે સાકાર વાંચન કુટીરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા માટે મનોજભાઈ પટેલ (સરપંચ નડગધરી), ડૉ બિપીન પટેલ (શિક્ષણ નિરીક્ષક વલસાડ), વિલાસબેન ગરાસિયા (માજી સરપંચ) તથા ગામના યુવાનો, આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ આયોજન તથા સંચાલન ડૉ. બિપીન પટેલ, વર્ષાબેન પરમાર (શિક્ષક) તથા Rainbow warrior’s dharampur કો.ઓ શંકર પટેલે કર્યું હતું.