વાપી: વાપી તાલુકાના સલવાવ વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. સેવન મેગ્નશ બિલ્ડિંગ પાસે આવેલી ભગત તારાચંદ હોટલની પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાંથી રૂ. 25000ની રોકડ રકમની ચોરી થઈ છે.
Decision news ને મળેલી માહિતી મુજબ વેપારી વમિલ ગજેન્દ્રભાઈ જૈન (36)એ તેમની ઇલેક્ટ્રિક કાર (GJ-15-CQ-5017) હોટલની પાર્કિંગમાં મૂકી હતી. આ દરમિયાન કાળી યામાહા એફઝેડ બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ કારનો પાછળનો જમણો કાચ તોડી અંદર રહેલી બેગમાંથી રોકડ રકમ ચોરી લીધી.
આરોપીઓમાં એક શખ્સે મરૂન રંગનો આખી બાયનો ટીશર્ટ અને કાળું હેલ્મેટ પહેર્યું હતું. બીજા શખ્સે પીળો ટીશર્ટ, આછા સ્કાય બ્લુ રંગની જીન્સ અને ટોપી પહેરી હતી. ડુંગરા પોલીસ મથકે BNSની કલમ303(2), 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે.

