વલસાડ: વલસાડમાં સાયબર ક્રાઈમનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. 21 વર્ષીય યુવતી સુનિતા (નામ બદલ્યું છે) સાથે ઓનલાઈન લોનના બહાને છેતરપિંડી કરવામાં આવી છે.યુવતી ઇન્સ્ટાગ્રામ પર લોન અંગે માહિતી શોધી રહી હતી. તેને Flow Tiger નામની એપ્લિકેશનની લિંક મળી. એપ ડાઉનલોડ કર્યા બાદ અજાણ્યા વ્યક્તિએ તેને ફોર્મ ભરવા કહ્યું. ફોર્મ ભરતી વખતે કેટલીક વસ્તુઓને એલાઉ કરવાથી આરોપીઓએ તેના ફોનમાંથી કોન્ટેક્ટ, દસ્તાવેજો અને ફોટા ચોરી લીધા.
Decision news ને મળેલી માહિતી મુજબ આરોપીઓએ યુવતી પાસે 2000 રૂપિયાની માંગણી કરી. યુવતીએ ના પાડતા તેના કપડાં વગરના મોર્ફ કરેલા ફોટા વોટ્સએપ પર મોકલ્યા. સતત ધમકીઓથી તણાવમાં આવેલી યુવતીએ 7મી મેના રોજ ગભરાટમાં યુવતીએ અન્ય દવા પી લીધી હતી. યુવતીની તબિયત લથડતા યુવતીના પરિવારે યુવતીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.
યુવતીની તબિયત સ્ટેબલ થતા યુવતીએ તેની માતાને સમગ્ર ઘટના બાબતે જાણ કરી હતી.યુવતીની માતાએ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ કેસ સાયબર ક્રાઈમની ગંભીરતા દર્શાવે છે અને ઓનલાઈન લોન એપ્લિકેશન્સથી સાવધ રહેવા અને અજાણી લિંક ઉપર ક્લિક ન કરવા અને સમજ્યા વગર કોઈપણ એપને ફોટા અને કોન્ટેક જોવા દેવા એલાવ ન કરવા વલસાડ પોલીસે જણાવ્યું છે.

