સુરત: સુરતની અઠવાની સેવન્થ ડે સ્કૂલના 100 વિદ્યાર્થીઓ અને 13 શિક્ષકો હિમાયલમાં બ્લેકઆઉટ થવાથી પ્રવાસ અટકાવ્યો છે. પ્રવાસ ગયેલા હાલ બધા શિક્ષકો અને વિધાર્થીઓ સુરક્ષિત છે. તંત્ર વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે દિલ્હી પહોંચાડશે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો આજે ટ્રેન દ્વારા સુરત પરત ફરશે.
Decision News ને મળેલી માહિતી અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને પગલે હિમાચલ પ્રદેશમાં બ્લેકઆઉટ કરાયું છે. ત્યારે સુરતની સેવન્થ ડે સ્કૂલના 100 વિદ્યાર્થી, 13 શિક્ષકો પ્રવાસમાં ફસાયા છે. હિમાચલમાં બ્લેકઆઉટનાં કારણે તમામ પ્રવાસ અટકાવી પરત થશે. સેવન્થ ડે સ્કૂલના 100 વિદ્યાર્થી, 13 શિક્ષકો ધર્મશાલા પ્રવાસ ગયા હતા. તમામ 100 વિદ્યાર્થી, 13 શિક્ષકો હાલ ધર્મશાલામાં ફસાયા છે.
ધર્મશાલાથી 100 કિમી દૂર કેમ્પ સાઇટ પર શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફસાયા છે. હાલ બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાની માહિતી મળી છે. તંત્ર વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે દિલ્હી પહોંચાડશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો આજે ટ્રેન દ્વારા સુરત પરત ફરશે.











