દિલ્લી: ગતરોજ જસ્ટીસ સંજયે કરોલ અને મનોજ મિશ્રાની બેન્ચે પોતાના ફેસલામાં કહ્યું હતું કે જયારે બે વયસ્ક અનેક વર્ષોથી લિવ ઈનમાં રહેતા હોય અને એ આરોપ લગાવાય કે લગ્નનો ખોટો વાયદો કરીને શારીરીક સબંધ બનાવવામાં આવ્યા તો તેને સ્વીકારી ન શકાય.
સુપ્રિમ કોર્ટે એક મહત્વપૂર્ણ ફેસલામાં જણાવ્યું હતું કે જયારે કોઈ યુગલ લાંબા સમયથી લિવ ઈનમાં રહેતુ હોય તો શારીરીક સંબંધ બાંધવા પર તેમના વચ્ચે માન્ય સહમતી હોવાનું જ અનુમાન લગાવી શકાય છે. સુપ્રિમ કોર્ટે લગ્નનો ખોટો વાયદો કરી દુષ્કર્મના આરોપી સામે નોંધાયેલો કેસ રદ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.
બેન્ચે પોતાના ફેસલામાં કહ્યું હતું કે જયારે એક પ્રેમી યુગલ લાંબા સમય સુધી લિવ-ઈનમાં રહે છે તો એ અનુમાન લગાવી શકાય કે તે લગ્ન કરવા નથી માગતા આ સાથે જ સુપ્રિમ કોર્ટે ઉતરાખંડ હાઈકોર્ટનાં ફેસલાને રદ કરી દીધો હાઈકોર્ટે આરોપી સામેનો કેસ યથાવત રાખ્યો હતો. હાઈકોર્ટે આરોપીની અરજી ફગાવી દીધી હતી.

