અંકલેશ્વર: અંકલેશ્વરમાં ગૃહ મંત્રાલયના આદેશ અંતર્ગત સિવિલ સુરક્ષાના ભાગરૂપે બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું. સાંજે 7:30 વાગ્યે સાયરન વગાડીને લોકોને સાવચેત કરવામાં આવ્યા. ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં વીજળી બંધ કરવામાં આવી.

આ પહેલા ભરૂચ અને અંકલેશ્વર ONCCમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લેકઆઉટ દરમિયાન લોકોએ સ્વયંભૂ રીતે ભાગ લીધો. તેમણે પોતાના ઘરો અને દુકાનોની લાઈટો બંધ રાખી.

આ મોકડ્રિલનો મુખ્ય હેતુ કોઈપણ સંભવિત હુમલા કે આપત્તિ સમયે લોકોની તૈયારીઓની ચકાસણી કરવાનો હતો. આ પ્રક્રિયા ગૃહ મંત્રાલયના નિર્દેશ મુજબ હાથ ધરવામાં આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here