વલસાડ: રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધીના આદેશને લઈને વલસાડ જિલ્લાઓમાં સંગઠન સુજન અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ તથા સંગઠનની પસંદગી માટે કેન્દ્ર અને પ્રદેશ કોંગ્રેસ ઓબ્ઝર્વરોએ જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્યો,કાર્યકરો, સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેના દ્રશ્યો જોઈ લોકો ગાળો આપી રહ્યા છે.
લોકો જણાવે છે કે વલસાડ જિલ્લા કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ખાતે નવા પ્રમુખની વરણી તથા સંગઠન માળખા માટે સેન્સ પ્રક્રિયા અર્થેની કામગીરી માટે AICC ના ઓબ્ઝર્વર તરીકે મહારાષ્ટ્રના યુવા મહિલા સાંસદ પરણિતી શિંદે તથા GPCCના ઓબઝર્વર રાજેશ ગામિત (તાપી )એ. ડી .પટેલ ( નવસારી ) પ્રફુલ તોગડિયા ( સુરત),વ્યારાના પુનાભાઈ ગામીત વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આવી એજ વલસાડમાં કોંગ્રેસ પક્ષને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર એઆઇસીસીના મેમ્બર ગૌરવભાઇ પંડ્યા, માજી સાંસદ કિશન પટેલ, કપરાડા તાલુકાના વસંત પટેલના વન ટુ વન સેન્સ લેવાયા હતા.
ધરમપુરના કોંગ્રેસના યુવા કાર્યકર્તા જણાવે છે કે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદના દાવેદાર માટે ગૌરવ પડ્યાં અને કિશન પટેલ સેન્સ લેવામાં આવ્યા જે ખરેખર અજગતું લાગે છે. આ લોકો કોંગ્રેસ માટે નુકસાન કારક મળતિયા ઉમેદવારોને પસંદ કરશે અને પાછી વલસાડમાં કોંગ્રેસ એ જ સ્થિતિમાં રહેશે.. લોકોના વિશ્વાસ ગુમાવી કોંગ્રેસમાં રહી પોતાની કરોડો રૂપિયાની સંપતિ બનાવી ચૂકેલા આ લોકોને કોંગ્રેસ કેમ છોડી નથી શકતું એ સમજણ બહાર જાય છે હવે. શું રાહુલ ગાંધીને આ ઘોડાઓ રેસના લાગે છે ? જો કોંગ્રેસ રિસર્ચ ટીમ બનાવી આ નેતાઓની સંપતિ ચેક કરે તો ટીમને ધોળા દિવસે અંધારા આવી જશે. પણ લાગે છે વલસાડમાં કોંગ્રેસ પક્ષ મજબૂત બને એમાં રાહુલ ગાંધી કે શક્તિ સિંહ ગોહિલ જ રસ નથી. અમે નાના કોંગ્રેસના કાર્યકર્તા અમારું ચાલતું નથી બાકી..











