કપરાડા: કપરાડા તાલુકામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઇ કેટલાક વિસ્તારોમાં વૃક્ષ અને વીજ.પોલ.જમીન દોસ્ત થવાની ઘટના પણ બની હતી. ખરેડી સહિત 15 થી વધુ ગામોમાં સંખ્યા બંધ ઘરોના પતરાઓ ઉડ્યા હોવાની માહિતી ગામોમાં તલાટી ઓએ તાલુકા પંચાયત મા આપી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર પતરા ઉડી જતાં આર્થિક નુકશાન સાથે ઘરની ઘર વખરી પણ પાણીમાં પલળી ગઇ હતી. તો નાનાપોંઢા ખાતે ધરમપુર વાપી માર્ગ ઉપર પણ વૃક્ષની ડાળીઓ પડી હતી, જોકે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી. મામલતદાર અને ઇન્ચાર્જ તા.વી અ.સહિત વહીવટીતંત્ર દ્વારા જરૂરી કામગીરી અને નુકશાનની માહિતી મેળવવામાં આવી રહી છે.
નાનાપોંઢા,ખરેડી, કાજલી,પાનસ,કાકડ કોપર,તેરી ચીખલી,અંભેટી,માતુનીયા,આસલોના,દિક્ષલ અને મનાલા ગામનો સમાવેશ થાય છે. સાથે અંતરિયાળ ગામોમાં પણ નુકશાનની માહિતી મળી રહી છે, અહી મહત્તમ ઘરોના પતરા ઉડ્યા છે.











