ચીખલી: રાજ્યમાં ગરમીનો પારો આસમાને અને એ ગરમીથી રાહત મેળવવવા લોકો નહેર,નદી,તળાવ,કે સ્વિમિંગ પુલોમાં નાહવા માટે જાય છે અને ત્યારે ઘણીવાર પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આવુ જ કઈક ચીખલીના હરણગામ માં કાવેરી નદીમાં નાહવા ગયેલા મુસ્લિમ પરિવારના બે ભાઈઓ માંથી એકનું મૃત્યુ એક નો આબાદ બચાવ થયો હતો આ વાત અનેક વિસ્તારો માં ફેલાતા આજુબાજુ ના ગામમાં શોકમઈ બન્યું હતું.

Decision News ને મળેલી માહિતી અનુસાર આ મુસ્લિમ પરિવાના ઘરના સભ્યો નદીએ કપડાં ધોવા માટે ગયા હતા ત્યાં આ બંન્ને ભાઈઓ પણ ગયા હતા અને હાલે નદીમાં પાણીનું વહેણ તો બંધ છે પણ નદી માં વધુ ઊંડાઈ વાળા ખાડા માં વધુ પાણી હોય ત્યાં બંને ભાઈઓ નાહવા જતા પાણીમાં ડૂબી જવાથી ઘટના સ્થળેજ એકનું મોત થયું હતું અને એક નો આબાદ બચાવ થયો હતો એક નું નામ જુનેદભાઇ ફારુક શેખ અને બીજાનું નામ અશરફભાઈ ફારુક શેખ તેમાંથી જુનેદભાઇ ફારુક શેખ નું મૃત્યુ થયું હતું અને અશરફભાઈ ફારુક શેખ નો આબાદ બચાવ થયો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક મુસ્લિમ પરિવારો ને થતાં બંન્ને ભાઈઓ ને તાત્કાલિક રાનકુવાની ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા પણ એક ભાઈ ને મૃત જાહેર કરવામા આવ્યો હતો અને બીજાને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ રાનકુવા પોલીસ ના કર્મચારીઓ ને કરતા ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.હાલે ગરમીનો પારો વધતો જાઈ છે અને ઉનાળુ વેકેશન ના દિવસો ચાલી રહ્યા છે માટે ગરમીથી રાહત મેળવવા નહેર,નદી,તળાવો માં માતા પિતાએ બાળકોને નાહવા જવા દેવા પહેલા ચેતવાની જરૂર વર્તાઈ રહી છે.