નવસારી: નવસારી જિલ્લામાં હાલ કેટલાક વિસ્તારોમાં પાણીના પાઇપો નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પરતું છેલ્લા લાંબા સમયથી જાણે આ કામગીરી અદ્ધરતાલ પડી હોય તેવું દેખાઈ રહ્યુ છે. કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપો લાવી મરોલીથી ઉભરાટ તરફ જતા રાજ્ય ધોરીમાર્ગની બાજુમાં ઉતારી દીધા છે પરંતુ લાંબા સમયથી રોડની બાજુમાં પડેલા પાણીના પાઇપ જાણે પર્યટન સ્થળ ઉંભરાટ દરિયા કિનારે ફરવા આવતા લોકો માટે ઘાતક સાબિત થાય તેમ છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર હાલ રજાના દિવસો હોય મોટા પ્રમાણમાં સહેલાણીઓ આ માર્ગ પર આવન જાવન કરતા હોય છે. આ માર્ગથી અજાણ હોય દિવસ તેમજ રાત્રિના સમયે આ પાઇપોથી અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે. હાલ પડેલા પાઇપોની બાજુમાં કોન્ટ્રાકટર દ્વારા સૂચક બોર્ડ કે પાઇપોને રેડિયમ થકી કોર્ડન કરવામાં આવ્યા નથી. માર્ગ મકાન વિભાગની દેખરેખ હેઠળ કરોડોના ખર્ચે લોકોની સુખાકારી માટે બનાવેલ માર્ગ હાલ ભયજનક સાબિત થઈ રહ્યો છે. માર્ગ મકાન વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે.રાજ્ય ધોરીમાર્ગની બાજુમાં ઉતારી દીધા છે પરંતુ લાંબા સમયથી રોડની બાજુમાં પડેલા પાણીના પાઇપ જાણે પર્યટન સ્થળ ઉંભરાટ દરિયાકિનારે ફરવા આવતા લોકો માટે ઘાતક સાબિત થાય તેમ છે. હાલ રજાના દિવસો હોય મોટા પ્રમાણમાં સહેલાણીઓ આ માર્ગ પર આવન જાવન કરતા હોય છે.

આ માર્ગથી અજાણ હોય દિવસ તેમજ રાત્રિના સમયે આ પાઇપોથી અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે. હાલ પડેલા પાઇપોની બાજુમાં કોન્ટ્રાકટર દ્વારા સૂચક બોર્ડ કે પાઇપોને રેડિયમ થકી કોર્ડન કરવામાં આવ્યા નથી. માર્ગ મકાન વિભાગની દેખરેખ હેઠળ કરોડોના ખર્ચે લોકોની સુખાકારી માટે બનાવેલ માર્ગ હાલ ભયજનક સાબિત થઈ રહ્યો છે. માર્ગ મકાન વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે.