વલસાડ: વલસાડ ખેરગામ જતાં કૈલાસ રોડ પર ઔરંગા બ્રિજ ઉપર બ્રિજ ઉપરથી સુરક્ષિત રીતે પસાર થવા બંન્ને બાજૂ કામચલાઉ અન્ય વિકલ્પ અથવા પેનલ રેલિંગ લગાવવા રાહદારીઓ અને વાહનચાલકોએ માગ કરી છે. વલસાડના પૂર્વ પટ્ટીના ગામડાઓ અને ખેરગામ તાલુકા સુધી જતાં 40થી વધુ ગામોના લોકો વલસાડ ખેરગામ વચ્ચે કૈલાસ રોડ બ્રિજ પરથી આવજા કરે છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર વલસાડ કૈલાસ રોડ પર આવેલા ઔરંગા નદીના નવા બ્રિજની પ્રાથમિક કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવતાં હજારો લોકોમાં રાહતની લાગણી ફેલાઇ છે. ચારેક વર્ષથી આ જૂના બ્રિજ પર બન્ને સાઇડે કોંક્રિટના ગોળાકાર ટપ્પા મૂકવામાં આવ્યા હતા, પરંતું હવે જ્યારે નવા બ્રિજ માટે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે ત્યારે બ્રિજ પર બંન્ને સાઇડે હંગામી ધોરણે પેનલ રેલિંગ બનાવવા વાહનચાલકોમાં માગ ઉઠી છે.

જેમાં પેનલ રેલિંગ અથવા વચ્ચે વધારાના ટપ્પા મૂકવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્રિજની કામગીરીથી રાહત ફેલાઇ છે, પરંતું રેલિંગ પણ જરૂરી કૈલાસ રોડ પર આવેલા ઔરંગા બ્રિજ પર હાલમાં કૉકિટના ટપ્પાની આડસો બે ત્રણ ફુટના અંતરે મુકી આના થકી રેલિંગની ગરજ સારે તેવી હંગામી વ્યવસ્થા છે. પરંતું ચોમાસામાં હાલની આ સુવિધા પૂરતી નથી .જેથી ત્રણેક ફુટ ઉંચી પેનલ રેલિંગ લગાવવામાં આવે તો થોડી રાહત મળી શકે.