ભીલાડ: સરીગામ જીઆઇડીસીના કેમિકલ ઝોનમાંથી પસાર થતી ગટરમાં કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી સતત વહેતા ધરતીને નુક્સાન પહોંચી રહ્યું છે. જે વચ્ચે જીપીસીબીએ અહીંના ઉદ્યોગપતિઓને ધરતી દિવસ અંતર્ગત પ્રોજેકટર દ્વારા ધરતીની સંભાળ રાખવા શીખ આપી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર સરીગામ જીઆઇડીસીનાં કેમિકલ ઝોનમાંથી પસાર થતી કુદરતી વહેણની ગટરમાં છેલ્લા કેટલાક દિવસથી સફેદ ફીણવાળું સાથે કાળુ પાણી વહી રહ્યું છે. જે પાણીનો સંગ્રહ સરીગામ જીઆઇડીસી સ્ટેટ હાઇવે પરથી પસાર થતાં રાહદારીઓએ જોઇ જીપીસીબીની કામગીરી પર પ્રશ્નાર્થ ઉઠાવી રહ્યા છે.
જે પાણી સરીગામ બાયપાસથી ટોકર ખાડીમાં વહેતા ખાડી કિનારે વસેલા ફળિયાના બોર અને કુવાના પાણી પ્રદૂષિત થવાના એંધાણ છે. ઉનાળામાં કુદરતી વહેણમાં પાણી વહેતા ધરતીને પણ નુક્સાન થઈ રહ્યું છે.

